Headlines

શિવરાજપુર નજીક કન્ટેનરમાં ચોરી: તોડફોડ કરીને વ્યાપક નુકસાની સબબ ફરિયાદ

કુંજન રાડિયા, દ્વારકા

        દ્વારકા નજીક આવેલા જાણીતા શિવરાજપુર બીચના છેલ્લા પાર્કિંગની પાછળના ભાગમાં રાખવામાં આવેલા કન્ટેનરોમાંથી કોઈ તસ્કરો ગત તારીખ 14 માર્ચથી 22 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા 35,000 ની કિંમતના જેગુઆર કંપનીના 10 નળ તેમજ રૂપિયા 60 હજારની કિંમતના કુલ છ ઇન્ડિયન ટોયલેટ કમ્બોર્ડની ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ કંપની કર્મચારી એવા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મૂળ રહીશ પટેલ નિકુંજભાઈ પ્રવીણભાઈ નશીત (ઉ.વ. 34) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

      આટલું જ નહીં, આરોપીઓ દ્વારા ચોરી કરતી વખતે ચાર કન્ટેનરમાં પી.ઓ.પી., ઇલેક્ટ્રીક વાયર, બોર્ડ, વિગેરેમાં પણ તોડફોડ કરી, આ કન્ટેનરોમાં કુલ રૂપિયા 9,00,000 જેટલી નુકસાની કરી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ પ્રકરણમાં દ્વારકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *