
શંભુ સિંહ, ભાવનગર
વેસ્ટર્ન રેલવે ભાવનગર ડીવીઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે ભાવનગર ડીવીઝનના 9 કર્મચારીઓને “ડીઆરએમ સેફટી એવોર્ડ”થી સન્માનિત કર્યા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ પુરસ્કાર 24 એપ્રિલ, 2025 (ગુરુવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ – ભાવનગર પરા ખાતે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા, સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર – શ્રી સી.આર. ગરૂડા, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સમ.) શ્રી મનીષ મલિક, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સી.) શ્રી એસ. કે. મોદી અને શ્રી રાજેશ ભટ્ટ સ્ટેશન અધીક્ષક/સંરક્ષાની હાજરીમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા આપવામાં આવેલ.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ શ્રી શંભુ કુમાર દાસ (સ્ટેશન માસ્ટર – ભાવનગર), શ્રી મુકેશ કુમાર (ઉપ સ્ટેશન અધીક્ષક – રાજુલા), શ્રી રાકેશ કુમાર મીણા (ઉપ સ્ટેશન અધીક્ષક – જેતલસર જં.), શ્રી હિમાઁશુ ચાવલા (કાંટેવાલા-પીપાવાવ), શ્રી અસ્તિત્વ સિંહ (કાંટેવાલા-બોટાદ), શ્રી અજિત કુમાર યાદવ (કાંટેવાલા-રાજુલા જંક્શન), શ્રી રાજેશ કુમાર (કાંટેવાલા-રાજુલા સિટી), શ્રી મુકેશ ગોરધન (કાંટેવાલા-નિંગાળા) અને કુ. પૂજા પરમાર (કાંટેવાલા-જૂનાગઢ જંકશન).
ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ સાવધાની અને સતર્કતા સાથે કામ કરીને, સંભવિત રેલ અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં સતત સ્પાર્કિંગ, રેલ ફ્રેક્ચર, હોટ એક્સલ, શોર્ટ સર્કિટ અને હૈંગિંગ પાર્ટ જેવી ઘટનાઓ નોંધવામાં આવી છે. “ડીઆરએમ સેફ્ટી એવોર્ડ” થી સન્માનિત તમામ કર્મચારીઓએ જ્યારે રેલ્વે સંરક્ષામાં ખામીઓ શોધી કાઢવામાં આવી ત્યારે તાત્કાલિક યોગ્ય પગલાં લઈને અણધારી ઘટના અને સંભવિત નુકસાનને અટકાવવામાં આવ્યું છે. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને વખાણ કર્યા હતા અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.