Friday June 20, 2025

કમોસમી વરસાદની આગાહી સંદર્ભે તંત્ર દ્વારા કૃષિકારોને માર્ગદર્શન

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫

         હવામાન વિભાગની આગાહી મુજબ તા. 9 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે.

        જેમાં કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

     આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, અહીં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા પણ વધુમાં જણાવાયું છે.

       આ અંગેની વધુ જાણકારી માટે જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: 18001801551 નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top