દ્વારકામાં ગોમતી નદીમાં થતી ગેરકાયદેસર માછીમારી પર પ્રતિબંધ
જામ ખંભાળિયા, તા. ૨૮: દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. દ્વારકામાં દ્વારકાધિશ મંદિરની નજીકમાંથી વહેતી ગોમતી નદીમાં દર વર્ષે બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત લાખો યાત્રિકો સ્નાન કરવા આવતા હોય છે. આ પવિત્ર નદીમાં અવાર-નવાર અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવતી હોવાની અને તેના લીધે દ્વારકા…
