દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 14 ઝડપાયા: એક ફરાર
જામ ખંભાળિયા, તા. ૨૭: ભાણવડથી આશરે 22 કિલોમીટર દૂર ફોટડી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા નૂરમામદ ઈસ્માઈલ ભટ્ટી, આમદ સલેમાન સેઠા, યુસુબ મોતીભાઈ ધુઘા, ઇબ્રાહીમ હાસમ ઘુઘા અને ઈસ્માઈલ અલીભાઈ ઘુઘા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂ. 20,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કલ્યાણપુર તાલુકાના કનકપર…
