– રાજ્યમાં 16 મો સિંહ વસ્તી અંદાજ – – 11 જિલ્લાનો 35 હજાર ચો.કિ.મી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫ સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર […]
Author: Naran Baraiya
દ્વારકામાં સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકામાં જલારામ મંદિર પાસે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી સોમવાર તારીખ 21 મી થી રવિવાર તારીખ 27મી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્રેશભાઈ જે. અત્રિ વ્યાસાસને બિરાજી અને તેમની સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. સર્વે પિતૃઓના […]
ધરતીનાં સ્વર્ગ પર સત્ય, પ્રેમ અને કરુણાનાં સંદેશા સાથે સનાતન સંસ્કૃતિ રામકથાનું ગાન કરતાં શ્રી મોરારિબાપુ
શ્રીનગરમાં ‘માનસ શ્રીનગર ‘ પ્રારંભ પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહની ઉપસ્થિતિ શ્રીનગર શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) સત્ય, પ્રેમ અને કરુણાનાં સંદેશા સાથે ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં શ્રી મોરારિબાપુએ સનાતન સંસ્કૃતિ રામકથાનું ગાન પ્રારંભ કરેલ છે. રામકથા ‘માનસ શ્રીનગર’ પ્રારંભ પ્રસંગે પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહાની ઉપસ્થિતિ રહી. ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં દાલ સરોવર કિનારે રામકથા ‘માનસ શ્રીનગર’ […]
લોકભારતી સણોસરાની કેળવણીનું ફળ, વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં મળી નોકરી
લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી મળી તક લોકભારતીના ત્રણ એક્કા સણોસરા, શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. લોકભારતીની કેળવણીનું ફળ એ છે કે, આ વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં નોકરી મળી ગઈ છે. ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા […]
લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ સમ્પન્ન
મૂકેશ પંડિત, સણોસરા લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ પદે યોજાયો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે, લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ટ્રસ્ટી શ્રી રામચંદ્રભાઇ પંચોળી, નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સહિતના વિવિધ વિભાગના વિભાગીય હોદ્દેદારો હાજર રહ્યા હતા.આચાર્યશ્રી જગદીગિરિ ગોસાઈએ કાર્યક્રમની આવકાર ભૂમિકા રજૂ કરી […]
દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિક યુવાનો ડૂબ્યા
– સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક પાણીમાં કૂદીને ડૂબતા યુવાનોને બચાવ્યા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. ત્યારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન પણ કરતા હોય છે. પરંતુ ગોમતી નદી દરિયા સાથે સંકળાયેલ હોય, ગોમતી નદી અંદર દરિયાનો પાણીનો પ્રવાહ ખૂબ […]
ખંભાળિયામાંથી ઝડપાયો નકલી સી.આઈ.ડી. ઓફિસર: કાર, દારૂ સહિત 11.15 લાખના મુદ્દામાલ સાથે કોઠ-ગાંગડના બે ઝબ્બે
– હાઈવે પર ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લાલ લાઈટવાળી કાર સાથે નકલી અધિકારી ઝબ્બે – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૩૫ ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ ચઢતા પહોરે ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી લાલ લાઈટવાળી સ્કોર્પિયો મોટરકારમાંથી નકલી સી.આઈ.ડી. અધિકારી તેમજ અન્ય એક શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા. […]
ખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ ખંભાળિયાની વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સાગર દિલીપભાઈ બલભદ્ર નામના 37 વર્ષના યુવાન સામે અગાઉ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ થયેલ હોય અને આ કેસ ચાલી જતા ગત તારીખ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ નામદાર અદાલતે આરોપીને 160 દિવસની સાદી કેદ તેમજ 64 હજાર રૂપિયા અરજદારને જેલ ઓથોરિટીને […]
વીજશોક લાગતા કલ્યાણપુરના વૃદ્ધનું અપમૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના કનકપર માળી ગામે રહેતા વેજાણંદભાઈ નાથાભાઈ ગામડા નામના 64 વર્ષના વૃધ્ધ ગત તારીખ 17 ના રોજ તેમની વાડીએ પાણીના બોરની ઇલેક્ટ્રિક્ટ મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ભરતભાઈ વેજાણંદભાઈ ગામડાએ […]
કલ્યાણપુરના ગુરગઢ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ: પાંચ સામે ગુનો
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે એક આસામીના ઘરે લગ્ન પ્રસંગ હોય, અહીં પરિવારજનો, વિગેરે દ્વારા બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરી, ખુશી મનાવતા આ સંદર્ભે પોલીસ દ્વારા પાંચ આસામીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે […]
