Headlines

આજે શિવરાત્રી અને… યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫                દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે નુકશાન પહોંચાડવા અંગેનું કોઈ અજાણ્યા શખસોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં કોઈ તત્વો દ્વારા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ખંડિત કરવામાં આવ્યાનું જાણવા મળેલ…

Read More

પતિની મશ્કરીથી મનમાં લાગી આવતા પત્નીએ આપઘાત કર્યો

કુંજન રાડિયા, કલ્યાણપુર        કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સવિતાબેન જયંતીભાઈ નાથાભાઈ ચાવડા નામના 32 વર્ષના મહિલાએ રવિવારે પોતાના રહેણાંક મકાનમાં એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.          સવિતાબેનના મોટાભાઈ અજયભાઈ તથા તેમના પત્ની અમીબેન તેમના ઘરે આવ્યા હતા….

Read More

ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી…

Read More

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન સન્માન સમારોહ યોજાયો

– કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને 13.85 કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે…

Read More

વિકસિત ભારત – શિક્ષિત ભારત અંતર્ગત દાંતા ગામમાં શિક્ષણ અને ગ્રામ વિકાસના રૂ. 48 લાખના વિકાસ કામનું ભૂમિપૂજન

કુંજન રાડિયા, દાંતા : તા. ૨૪-૦૨-૨૦૨૫         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં શૈક્ષણિક અને ગ્રામ વિકાસના મોટા કામો થય રહ્યા છે. તે અંતર્ગત  ખંભાળિયા…

Read More

ખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથ ફેરો

જામ ખંભાળિયા        ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર આવેલી જિલ્લા પંચાયત કચેરી સામે સરકારી વસાહતમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. અહીં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની વિવેકકુમાર રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 36) ના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કુલ રૂપિયા 35,500…

Read More

લગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા          ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા રાયધરભા ઉર્ફે બલી લધુભા કુંભાણી નામના આશરે 27 વર્ષના હિન્દુ વાઘેર યુવાન કોઈ કામ ધંધો ન કરતા હોય, તેના કારણે તેમના લગ્ન થતા ન હતા.          આ બાબતથી કંટાળીને તેમણે પોતાના હાથે કપડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ…

Read More

ખંભાળિયાની લેબોરેટરીમાં થયેલી રોકડ રકમની ચોરી સંદર્ભે આરોપીને ઝડપી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫         ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં આવેલી શ્રેય લેબોરેટરીમાંથી તાજેતરમાં રોકડ રકમની ચોરી સંદર્ભેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના લુહાર શાળ વિસ્તારમાં રહેતા…

Read More

દ્વારકાધીશ મંદિરે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પર તડકાથી બચવા ઓવરહેડ શેડ – નેટની સુવિધા ઊભી કરવા માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરે આવતા યાત્રીકોને ધોમધખતા તાપ સામે રક્ષણ મળે તે હેતુ ઓવરહેડ શેડ – નેટ બાંધી છાંયડાની વ્યવસ્થા કરવા ન્યૂ વેપારી મંડળ દ્વારા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.          આગામી માળથી દ્વારકાધીશ…

Read More

ખંભાળિયા નજીક 16 સ્ટંટબાજોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫          ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ગતરાત્રે વાહન સંદર્ભે ખાસ પેટ્રોલિંગ…

Read More