Tuesday July 29, 2025

ખંભાળિયા નજીક આઈસરમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

– પશુ સેવકોએ મોડી રાત્રીના સમયે શંકાસ્પદ વાહન પોલીસને સોંપ્યું – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫        ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર ટ્રકમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઇ, અને આ પ્રકરણમાં વાહન ચાલક સહિત ત્રણ શખ્સોને તેઓના વાહનમાં 11 […]

ભાણવડમાં પિતા-પુત્ર ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલાના બનાવમાં નવ શખ્સો સામે ફરિયાદ: આરોપીઓ ઝડપાયા

– માત્ર રૂ. આઠ હજારની ઉઘરાણીમાં બન્યો બનાવ.. !! – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫      ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરીને કેટલાક […]

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાની લીટલ એન્જલ અન્યાનો આજે જન્મદિવસ

       જામ ખંભાળિયા : ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રવિભાઈ મેવાડાની લાડલી પુત્રી અન્યાનો આજે જન્મદિવસ છે. મમ્મી પારૂલબેન મેવાડાની વહાલી દીકરી અન્યાની કાલી-ઘેલી ભાષા સૌને મોહિત કરે છે. અન્યાને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પાના મોબાઈલ નંબર ઉપર શુભકામનાઓ અને શુભાશિષ પાઠવવામાં આવી રહી છે. (ફોટો: કુંજન રાડિયા)

ખંભાળિયાનો યુવાન બન્યો હની ટ્રેપનો શિકાર: દુષ્કર્મની ફરિયાદની ધમકી આપી, પૈસા પડાવતા તીન બંદર ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં રહેતા એક યુવાનને ચીટર ટોળકીએ હની ટ્રેપનો શિકાર બનાવી અને નોંધપાત્ર રકમ ખંખેરી લેતા આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.         આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા […]

ડાકોરના ઠાકોરને ખંભાળિયાના અગ્રણીઓનું નમન : મોટાણી પરિવાર દ્વારા ડાકોરમાં પૂજન અર્ચન કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૨-૨૦૨૫        ખંભાળિયાના રઘુવંશી અગ્રણી અને રાજકીય આગેવાન મોટાણી પરિવાર દ્વારા આજરોજ ખાસ આયોજન સંદર્ભે ડાકોર ખાતે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવવામાં આવ્યું હતું.         ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જેમીનીબેન મોટાણી તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ મોટાણી પરિવાર દ્વારા આજરોજ આણંદ ખાતે યોજવામાં આવેલા ભવ્ય કાર્યક્રમ સાથે […]

અવસાન નોંધ : જામ ખંભાળિયા : સોમૈયા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. વલ્લભદાસ વિઠ્ઠલદાસ સોમૈયા (સોમૈયા નાસ્તા ભુવન વાળા)ના ધર્મપત્ની ગં સ્વ. મુક્તાબેન વલ્લભદાસ સોમૈયા (ઉ.વ. 78) તે સ્વ. ભાણજીભાઈ છગનલાલ તન્ના (સલાયા વારા)ના પુત્રી તથા કાંતિભાઈ, રજનીકાંતભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, સંજયભાઈ તથા ફાલ્ગુનભાઈના માતુશ્રી તારીખ 02-02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે.    સદગતની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 03-02-2025 ના રોજ […]

:: ચિ. હિરેન @ ચિ. હર્ષવી :: ખંભાળિયાના જાણીતા ઓઈલ મિલર પ્રાણજીવન જેઠાલાલ દત્તાણી પરિવારના દ્વારે શરણાઈના સૂર

જામ ખંભાળિયા        ખંભાળિયાના જાણીતા દતાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જેઠાલાલ દત્તાણીના પૌત્ર તેમજ આણંદના જાણીતા બિઝનેસમેન અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ ડેવલોપર્સ વારા શ્રી હિતેશભાઈ દત્તાણી અને અ.સૌ. ડિમ્પલબેન દત્તાણીના પુત્ર ચિ. હિરેનના શુભ લગ્ન અ.સૌ. ફાલ્ગુનીબેન તથા શ્રી સંદીપભાઈ પ્રવીણભાઈ દેસાઈની સુપુત્રી ચિ. હર્ષવી સાથે સોમવાર તારીખ 03-02-2025 ના શુભ દિને […]

દ્વારકામાં તીક્ષ્ણ હથિયારથી આખલાની ઘાતકી હત્યા: ગૌ પ્રેમીઓમાં રોષ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૨-૨૦૨૫      દ્વારકા નજીક કોઈ શખ્સ દ્વારા એક આખલાની તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરાયાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.         આ ચકચારી બનાવની વિગત એવી છે કે દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર આવેલી હોટલ હોથ્રોન પાસેના એક ખુલ્લા માર્ગ પર […]

ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧-૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) છે અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા પરિમલ નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ […]

કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ: પ્રથમ વખત આઠ વર્ષ જુના હાઇગ્રેડ ખનીજ ચોરી પ્રકરણમાં ખંભાળિયાની કોર્ટનો ચુકાદો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫           દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી મેરામણના કહેવા મુજબ તેના ભાઈ એવા આરોપી રણમલ પોસ્તરીયાએ તેના જેસીબી મારફતે સતાપર ગામની સીમમાં આવેલી ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની […]

Back to Top