ખંભાળિયા સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ માટે પસંદગી: પસંદગીને આવકારતા ખંભાળિયાના વતની પરિમલ નથવાણી
કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૫ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલી યાદીમાં બીજેપીના રાજ્ય સભાના સાંસદ માટે ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારો પૈકી ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલાર પંથકમાં વ્યાપક આવકાર સાંપળ્યો છે. ખંભાળિયા શહેરના…
