Headlines

જી.એસ.એફ.એ.ની 48મી વાર્ષિક સાધારણ સભાની પરિમલભાઈ નથવાણીએ કરી અધ્યક્ષતા

– રાજ્યમાં 7,363 સક્રિય ફૂટબોલ ખેલાડીઓઃ 4,483 ખેલાડીઓ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં રમ્યા –  (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૦૩: ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની…

Read More

ખંભાળિયા: નોકરીમાંથી છૂટો કરી દેવાતા શખ્સ દ્વારા સુપરવાઇઝર પર હુમલો

જામ ખંભાળિયા, તા. ૪: ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામની સીમમાં આવેલી પવનચક્કી કંપનીમાં ફરજ બજાવતા શિવકુમાર એમ. બેલાગલ નામના 26 વર્ષના સુપરવાઇઝરની કંપની દ્વારા ખંભાળિયાના કરણ વીરાભાઈ ધમા નામના શખ્સને નોકરીમાંથી છૂટો કરી દીધેલ હોય, જે અંગેનો ખાર રાખી, આરોપી કરણ ધમાએ તેમને છરી બતાવી, લાકડાના ધોકા વડે બેફામ…

Read More

ખંભાળિયામાં આગામી બુધવારથી શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

– જ્ઞાતિજનોની સુખાકારી માટે “વિશ્વકર્મા બાગ” ખાતે છ દિવસીય આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬      ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિની વાડી “વિશ્વકર્મા બાગ” ખાતે જ્ઞાતિના શંકુલમાં જ્ઞાતિજનોના સહયોગથી જ્ઞાતિના સુખાકારી અને કલ્યાણ અર્થે શ્રી વિશ્વકર્મા પુરાણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આગામી બુધવાર તા.10 થી શરૂ થનારા…

Read More

ખંભાળિયામાં આવતીકાલથી સંત શ્રી જલારામ બાપાની કથા

– જલારામ મંદિર ખાતે ત્રિદિવસીય સુંદર આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬       ખંભાળિયામાં આવતીકાલે શુક્રવાર તા. 5 થી રવિવાર તા. 7 જુન સુધી અહીંના જલારામ મંદિર પરિસર ખાતે જલારામ બાપાની કથા સાથે રામકથાનું “સંત ભગવંત ચરિત્ર કથા”નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         પવિત્ર પુરુષોત્તમ માસમાં ખંભાળિયામાં પ્રથમ વખત…

Read More

ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયું

– 2027 ની ચૂંટણીની તૈયારી બેઠક યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬       ખંભાળિયામાં જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે બુધવારે રોજ સાંજે અહીંના મ્યુ. ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ કાર્યક્રમમાં ખંભાળિયા વિધાનસભા બેઠક અંતર્ગત જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાની ચૂંટણી લડી ચૂકેલા…

Read More

જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિનો ગૌરવપૂર્ણ સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા જનપ્રતિનિધિઓના સન્માનાર્થે જામનગર સ્થિત જ્ઞાતિની વાડી ખાતે ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.        આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, નિશાબેન અસવાર તેમજ ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય ઋષિરાજ કિરીટભાઈ ખેતીયાનું શાલ,…

Read More

ખંભાળિયામાં જિલ્લાના પ્રભારીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

– જિલ્લાના 252 જેટલા વિકાસના કાર્યો માટે રૂ. 93 કરોડથી વધુના કામોને મંજુરી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬        ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની ઉપસ્થિતિમાં જિલ્લા…

Read More

ખંભાળિયામાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન ખંભાળિયા ખાતે યોજાયેલી આયોજન મંડળની બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ગૌરીબેન હાથિયાના હસ્તે કરાયું હતું.        …

Read More

ખંભાળીયામાં ચારણ-ગઢવી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

– સમાજના 150 જેટલા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાયા – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૬       ખંભાળિયામાં જડેશ્વર રોડ પર આવેલા “સોનલ ધામ” ખાતે તાજેતરમાં ચારણ-ગઢવી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઈ શ્રી સોનલ મંદિર પરિસરમાં આવેલા શ્રી ચારણ કુમાર છાત્રાલય ખાતે દર વર્ષની…

Read More

ખંભાળિયાના જિલ્લા વિકાસ અધિકારીને નિવૃત્તિ વિદાયમાન અપાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદનમાં નવેમ્બર 2024 થી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી, ગત તારીખ 31 માર્ચ 2026 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ડીડીઓ એ.બી. પાંડોરને અહીંની કચેરીમાં નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.          આ પ્રસંગે અહીંના તત્કાલીન…

Read More