Headlines

ખંભાળિયાના કંચનપુર ગામ અને સમસ્ત ઘાવડા પરિવારનું ગૌરવ કુ. ધર્મિષ્ઠા

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬       ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના ઘાવડા પરિવાર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આ ગામની દીકરી ધર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ ઘાવડાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધર્મિષ્ઠાબેનની આ સફળતા તેમના પરિવાર, ગામ તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. તેમની અથાગ મહેનત,…

Read More

ખંભાળિયા આઈ.ટી.આઈ. ખાતે આવતીકાલે ઔધોગિક ભરતીમેળો

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે શુક્રવાર તા. 12 ના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં આઈ.ટી.આઈ. ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા…

Read More

વાડીનારનો સજા વોરંટનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬      ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા હુશેન તાલબ ભાયા નામના 35 વર્ષના શખ્સ સામે અહીંની ફેમિલી કોર્ટ દ્વારા કરવામાં આવેલા ભરણપોષણના આદેશ બાદ ભરણપોષણ ચૂકવવામાં નિષ્ફળ જતા અદાલતે આરોપીને 180 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જેને અનુલક્ષીને વાડીનાર મરીન પોલીસ મથકના પી.આઈ. ટી.સી. પટેલ તેમજ તેમની ટીમ દ્વારા…

Read More

ખંભાળિયામાં ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાન અને બોમ્બઈ સાપનું સફળ રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતના 70 ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન પડી ગયો હોવાની જાણ સ્થાનિકો દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જાણ થતાં જ સંસ્થાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.       આ…

Read More

અકળ કારણસર ઓખાના યુવાને આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬       ઓખાના નવી બજાર વિસ્તારમાં રહેતા યોગરાજભા બાવાભા માણેક (નાયાણી) નામના 29 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ હાડાભા વજાભા માણેકએ સ્થાનિક પોલીસને કરી છે.  _____________________________________________________________________________ આરોપીના વકીલ ન હોવા…

Read More

ખંભાળિયાની જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને સેવા બદલ વધુ એવોર્ડ એનાયત

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬      ખંભાળિયાની જાણીતી જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને તેના નિઃસ્વાર્થ સેવાકીય કાર્યો બદલ વધુ એક ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આણંદ ખાતે આત્માબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જી. ફેમ એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સેવાકીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  …

Read More

કલ્યાણપુર નજીક થારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

– દારૂની 146 બોટલ સાથે ત્રણ ઝડપાયા: રૂ. 16.37 લાખનો મુદ્દામાલ કબજે- જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬      કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફના નારણભાઈ દેથરીયા અને નિલેશભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર ગામેથી રાવલ તરફ જઈ રહેલી સફેદ કલરની એક થાર મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ મોટરકારમાંથી…

Read More

રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયું

– વાડીમાં વર-કન્યા માટે ખાસ રૂમ, મોટું રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે – જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ‘વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના…

Read More

ભોગાત વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે થતું માટીનું ખનન ઝડપાયું

જામ ખંભાળિયા, તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ભોગાત ગામથી પીળી તળાવ વિસ્તારમાં એક ટ્રેક્ટરમાં અનઅધિકૃત રીતે રોયલ્ટી કે પાસ પરમિટ વગર માટી (મોરમ) નું ખનન કરીને નીકળેલા એક ટ્રેક્ટર નંબર જી.જે. 37 એમ. 3406 ને કબજે કરી, તેના ચાલક આનંદ…

Read More

રિલાયન્સ અને મેટા જામનગર, ગુજરાતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે

RIL અને મેટા ભારતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા માટે સંમત થયા (કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (“RIL”) આજે ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. (“મેટા”) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RIL બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે, જેમાં સ્કેલનો વિકલ્પ પણ હશે.    …

Read More