ઓનલાઇન ખેતી : ગુજરાતમાં ડિજિટલ કૃષિ ક્રાંતિ: e-NAM પ્લેટફૉર્મ થકી ગુજરાતમાં ₹10 હજાર કરોડથી વધુ મૂલ્યની કૃષિપેદાશોનું વેચાણ
ગુજરાતની 144 મંડીઓ e-NAM પોર્ટલ પર સંકલિત થઈ, 8.69 લાખથી વધુ ખેડૂતો પોર્ટલ પર જોડાયા ઓનલાઇન વેચાણથી ખેડૂતોને બજારભાવ કરતા મળે છે વધુ ભાવ, પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે ગાંધીનગર, 18 જાન્યુઆરી ભારતના ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ કરી શકે, તેમના ઉત્પાદનો માટે તેમને સ્પર્ધાત્મક ભાવ મળે અને તેમની આવકમાં વધારો…
