જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫ પહેલગામ ખાતે તાજેતરમાં કરવામાં આવેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિદેશી નાગરિકો અંગેની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા […]
Category: GUJARAT
નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે. અન્ય એક બનાવમાં ગીર સોમનાથ […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા: રાણાવાવ નિવાસી નટવરલાલ વલ્લભદાસ માખેચા (મનોજ સ્ટુડિયો વાળા) તે મનોજભાઈ, સુનિલભાઈ અને સ્વ. કાજલબેન વિપુલભાઈ ખખ્ખરના પિતાશ્રી તથા સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. હસમુખભાઈ, વજુભાઈ અને સુરેશભાઈના ભાઈ તા. 27 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તા. 28 મી ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો […]
કુતરાને માર મારતા યુવાનને ટપારતા કુહાડી વડે હુમલો: ભાણવડનો બનાવ
Kunjan Radiya, Bhanvad ભાણવડમાં આવેલી પદ્માવતી સોસાયટી ખાતે રહેતા દેવાભાઈ સાદીયા નામના શખ્સ દ્વારા બજારમાં કુતરાઓને મારવામાં આવતા આ વિસ્તારમાં રહેતા સવિતાબેન કિશોરભાઈ ચાવડાએ દેવાભાઈને કૂતરાઓને ન મારવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાયેલા દેવાભાઈએ તેના હાથમાં રહેલા કુહાડા સાથે અહીં આવી અને તેમના ઘર નજીક રીક્ષાનું રીપેરીંગ કામ કરતા તેણીના પતિ કિશોરભાઈ જેઠાભાઈ ચાવડા […]
ભાવનગર શહેર ભાજપે પહેલગામ ખાતેના ક્રૂર અને અમાનવીય આતંકી હુમલાની નિંદા કરી
હરેશ પરમાર, ભાવનગર તા. ૨૨-૦૪-૨૦૨૫ ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓ પર હુમલો કરેલ. આ હુમલામાં ચોવીસ કરતા વધુ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓનો ભોગ લેવાયો છે, ત્યારે ભાવનગર શહેર ભાજપે મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આવા ક્રૂર અને અમાનવીય કૃત્યને વખોડી કાઢ્યું હતું, તેમજ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કોઈપણ […]
ઓનલાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે એફઆઇઆર
– બે ગુનાઓમાં સાયબર ક્રાઇમ પોલીસે બે શખ્સોને દબોચ્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૫ છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ગેમિંગ મારફતે જુગાર રમવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને જુવાનિયાઓ આવા જુગારના રવાડે ચડે છે અને બરબાદ થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં […]
જીના મરના તેરે સંગ…: અકસ્માતમાં દંપતીના કરુણ મોત: કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુથી ભારે અરેરાટી
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના ગઈકાલે બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે. આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ આંબલીયા (ઉર્ફે લાલો) નામના આશરે […]
ડિવિઝનલ રેલવે મેનેજરે ભાવનગર રેલવે ડિવિઝનના 9 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી કર્યા સન્માનિત
શંભુ સિંહ, ભાવનગર વેસ્ટર્ન રેલવે ભાવનગર ડીવીઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે ભાવનગર ડીવીઝનના 9 કર્મચારીઓને “ડીઆરએમ સેફટી એવોર્ડ”થી સન્માનિત કર્યા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ પુરસ્કાર 24 એપ્રિલ, 2025 (ગુરુવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ – ભાવનગર પરા ખાતે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ […]
ગુજરાતમાં ૨૦૨૪માં ૧૨.૮૮ લાખથી વધુદેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાત લીધી
ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જો ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન અમદાવાદને યુનેસ્કો દ્વારા ભારતની પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નું સન્માન કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વિરાસતનું સ્થળ-ધોળાવીરા…………………………ગુજરાતમાં આવેલા વિવિધ ૧૮ હેરિટેજ પ્રકારનાસ્થળોની કુલ ૩૬.૯૫ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ લીધી મુલાકાત…………………………વિરાસતની […]
કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે સહાય
હરેશ જોષી, મહુવા જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે. છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત […]
