ખંભાળિયામાં આંગણવાડી વર્કર મહિલા તથા પિતા પર હુમલો: મારી નાખવાની ધમકી
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૬-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા અને આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા અમૃતબેન કારાભાઈ પારીયા નામના 26 વર્ષના મહિલા તથા તેણીના પિતા કારાભાઈને આ જ વિસ્તારમાં રહેતા રાણાભાઈ ગોરડીયા, ભરતભાઈ ગોરડીયા અને ગોપાલ રમેશભાઈ ગોરડીયાએ કોઈ કારણોસર લાકડી તથા બાવળના લાકડા વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો ભાંડી હતી….
