Saturday July 26, 2025

ધો. 10 & 12ના વિધાર્થીઓ માટે જ્ઞાનમંજરી સ્કૂલ- રાળગોનમાં સેમિનાર યોજાયો

હરેશ જોષી- કુંઢેલી તળાજા તાલુકાના રાળગોન ગામે સ્થિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને આગામી તા. 27/02/2025 થી શરુ થઇ રહેલ બોર્ડની પરીક્ષાના અનુસંધાને માર્ગદર્શન સેમિનાર અને વાલી સંમેલનનું આયોજન થયું હતું. બાળકોનો આત્મવિશ્વાસ વધારવા અને આયોજનબદ્ધ મહેનત કરવા માટે ભાવનગરનાં જાણીતા શિક્ષક અને માર્ગદર્શક મહેશભાઈ ધાંધલ્યાએ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી અને […]

ભાવનગર જિલ્લામાં જય જનની સ્કૂલ બપાડા ખાતે તુલસી પૂજનની ભવ્ય ઉજવણી થઈ

ભાવનગરજય જનની શાળામાં થઈ તુલસીપૂજન દિવસની ભવ્ય ઉજવણી થઈ હતીશાળામાં તુલસીપૂજનની ભવ્ય ઉજવણી થઈ.. જેમાં ડો. ઓ. બી. કાપડિયા, RSS તાલુકા કાર્યવાહ અનિલભાઈ ડાભી શાળાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા અને રમેશભાઈ કોરડીયા શાળાના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ કોરડીયા શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડીયા મહેમાન તરીકે ઉપસ્થિતિમાં શાળામાં તુલસી પૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત તુલસીનું મહત્વ, તુલસી દર્શન […]

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં સામેલ થશે

રાજકોટ રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રાજકોટના બે દિવસના પ્રવાસે આવનાર છે. જેમાં તા. ૨૮ ડિસેમ્બર શનિવારના રોજ મંત્રી ૧૫:૦૦ કલાકે રાજકોટ ની વિવિધ હોસ્પિટલોની સમીક્ષા કરશે, ત્યારબાદ તા.૨૯ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સામેલ થશે.

સણોસરામાં પૂર્ણા દિવસની થઈ ઉજવણી

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રો અંતર્ગતપૂર્ણા દિવસની થઈ ઉજવણી છે. ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કિશોરીઓને સારી વર્તણુક અને જીવન કૌશલ્ય સમજ અપાઈ. આંગણવાડી કાર્યકર્તા શ્રી સંગીતાબેન ચાવડા, શ્રી હિનાબેન પુરોહિત અને શ્રી કૈલાસબેન ચૌહાણ, શ્રી ચંદ્રિકાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

રામધરી આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ

ઈશ્વરિયા મંગળવાર તા.૨૪-૧૨-૨૦૨૪ સિહોર તાલુકાનાં રામધરી ગામે આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવે સાથે નિરીક્ષક શ્રી સવિતાબેન ગોહિલ દ્વારા કિશોરીઓને સારી વર્તણુંક તથા જીવન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું. અહિંયા આંગણવાડી કાર્યકર્તા શ્રી ભૂમિબેન પંડ્યા, શ્રી ધામેલિયા અને શ્રી મધુબેન સમેજાએ સંકલન કર્યું હતું.

જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનના 14 વિધાર્થી કરાટે ચેમ્પિયનમાં જીલ્લા કક્ષાએ વિજય મેળવ્યો

હરેશ જોષી – કુંઢેલી સેન્ટ થોમસ સ્કૂલ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશીપ માં જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન ના 17 વિધાર્થીઓ ભાગીદાર બનેલ હતા. તેમાંથી 14 વિધાર્થીઓ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરીને ઇનામ મેળવેલ છે. જેમાં કેટેગરી પ્રમાણે વિધાર્થીઓએ નંબર પ્રાપ્ત કરેલ છે. જિલ્લામાં પ્રથમ રેન્ક મકવાણા સાહિલ ધનજીભાઈ – ખારી (ધોરણ ૮) અને બારૈયા […]

સણોસરા આરોગ્ય કેન્દ્રમાં વિદ્યાર્થીઓની મુલાકાત

ઈશ્વરિયા શુક્રવાર તા.૧૩-૧૨-૨૦૨૪ સણોસરા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ગ્રામીણ અભ્યાસક્રમ સ્નાતક ત્રીજા વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. અધ્યાપક શ્રી કુમારગૌરવ પુરોહિત સાથે આરોગ્ય કેન્દ્રનાં તબીબી અધિકારી શ્રી આશિયાબેન હુનાણી દ્વારા દર્દીઓ અને સારવાર પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી. અંહિયા શ્રી મિતેશભાઈ ગોસ્વામી તથા શ્રી ભરતભાઈ લુણી દ્વારા પણ વિગતો આપવામાં આવી.

દિશા નિર્દેશ

– સ્નેહા દુધરેજીયા બેટા પઢાવો, સંસ્કાર સીખાવો, સમાજ બચાવો એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતા પણ વધારે સાંજ ગમે છે પપ્પા તો ખાલી ચોકલેટ લાવે છે પણ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.એ દિકરી આજે કયાં સુરક્ષિત છે.આજ નો સૌથી મોટો પ્રશ્ન એ છે.પોતાના ઘરમાં કે કામની જગ્યા પર કયાં પોતાની […]

Back to Top