ખંભાળિયાના તરુણની મિત્રના હાથે ક્રૂર હત્યા: લૂંટ ચલાવવા સબબ પણ ગુનો
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગતરાત્રે તેનો નિષ્પ્રાણ દેહ ગટરના સંપમાંથી મળી આવ્યો હતો. ત્યારે આ તરુણની હત્યા નિપજાવી અને તેના સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ તરુણના પિતા દ્વારા તેના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. …
