Sunday July 27, 2025

પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સપરિવાર મુલાકાત કરી

– મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શારદાપીઠ શિબિરની મુલાકાત – પ્રયાગરાજ        ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપરિવાર તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વારકા શારદાપીઠ શિબિરની મુલાકાત લીધી હતી. અને દ્વારકા શારદાપીઠાધિશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. (ફોટો:- કુંજન રાડિયા)

ભાવનગરમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણી અનવ્યે શહેર ભાજપ કાર્યાલય ખાતે અગત્યની બેઠક મળી.

ભાવનગર તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૫ અને બુધવારના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની વડવા- બ વોર્ડની ચૂંટણી અન્વયે અગત્યની બેઠક મળેલ, જેમાં શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, મેયર શ્રી ભરતભાઇ બારડ, ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી વનરાજસિંહ ગોહિલ તેમજ બાડાના પૂર્વ ચેરમેન અને પૂર્વ શહેર અધ્યક્ષ અને વરિષ્ટ આગેવાન શ્રી અમોહભાઈ શાહ સહિતના વક્તાઓએ લોકસંપર્ક, યુવા […]

ભાણવડ પાલિકાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસના અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા: આવકાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫         ભાણવડ ખાતે તાજેતરમાં ભાણવડ શહેર કોંગ્રેસ પ્રમૂખ તેમજ પાલિકા સદસ્ય હિતેષભાઈ જોષી સાથે બે ટર્મથી કોંગ્રેસના સદસ્ય દેવજીભાઈ નકુમ, ભાણવડ શહેર કોંગ્રેસ મહામંત્રી દિવ્યેશભાઈ નકુમ, આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ અને દલિત સમાજના યુવા આગેવાન સંજયભાઈ ચૌહાણ, કોંગ્રેસમાંથી ગત ચૂંટણીમાં વિજેતા થયેલા સુભાષભાઈ કણજારીયા અને […]

દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫        દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે.          નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી […]

સંત નગા લાખા ઠાકર જગ્યાના મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી મળતા શહેર ભાજપ દ્વારા સન્માન- સ્વાગત કાર્યક્રમ

ભાવનગર સંત શિરોમણી નગા લાખા ઠાકર જગ્યાના મહંત અનંતવિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત તીર્થરાજ પ્રયાગ ખાતેના મહાકુંભમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવેલ. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ શ્રી રામબાપુના સ્વાગત- સન્માન અર્થે શહેરમાં શોભાયાત્રા રાખવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુનું મંડપ સજાવીને, ધર્મગીતોનો […]

આખરે ખંભાળિયા નગરપાલિકાને લાગી લોટરી: જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીથી રૂ. 8.89 કરોડ ઉપજ્યા

– હોંશભેર જોડાયા ખરીદારો: પ્રથમ દુકાનના રૂ. 80 લાખ આવ્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫          ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12 દુકાનોની હરાજી આજરોજ બપોરે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં કરાશે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી

તા.૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે “Nothing Like Voting, I Vote For Sure” થીમ પર યોજાશે કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, બુથ લેવલ ઑફિસર્સ, યુથ વોટર ફેસ્ટિવલ-૨૦૨૪ની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે ગાંધીનગરતા.૨૫ જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ […]

રાજપરા ઠાડચના BLO જે. ડી. ગોહિલને રાજ્ય કક્ષાનો બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો એવોર્ડ એનાયત થશે

આગામી 25 તારીખે રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન હરેશ જોષી, રાજપરા-ઠાડચ 15મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ-2025નો કાર્યક્રમ મહા મહિમ રાજયપાલશ્રીના અધ્યક્ષ પદે 25જાન્યુઆરીના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાધીનગર મુકામે યોજાશે.બેસ્ટ ઈલેકટોરલ પ્રેકટીસીસ અવોર્ડ-2024 રાજપરા(ઠાડચ)બુથ લેવલ ઓફિસર જયેન્દ્રસિહ ડી.ગોહિલ ને મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે બેસ્ટ ઈલેકટોરલ પ્રેકટીસીસ એવોર્ડ અન્વયે જુદીજુદી કેટેગરીઓમા આવતા દરેક જિલ્લા […]

પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠુ સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ 28 માર્ચ સુધી ચાલનાર આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે વર્ષ 2025-26 નું બજેટ ગુજરાતના વિકાસની નવી કેડી કંડારનાર હશે – પ્રવક્તા મંત્રી ગાંધીનગરપ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંદરમી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી […]

Back to Top