ભાવનગર ભાવનગર શહેરના તમામ બુથોમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહે પ્રત્યેક રવિવારે લોક દરબાર શરૂ કરાવ્યો છે. બીજી તરફ પક્ષના નાનકડા કાર્યકારોને ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે આગેવાનો શુભેચ્છા મુલાકત લેતા, એવી ભાજપની વર્ષો જૂની પરંપરા રહી છે. તેને પુનઃસ્થાપિત કરતા હોય એમ છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ […]
Category: SOCIAL
ભાવનગર રેલવે ડિવિઝનના ત્રણ કર્મચારી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એડીઆરએમના હસ્તે સન્માનિત
શંભુ સિંહ, ભાવનગર ભાવનગર ડિવિઝનના 3 કર્મચારીઓને રેલવે કાર્ય પ્રણાલીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ADRM એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ADRM) શ્રી હિમાઁશુ શર્માએ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનીયર […]
દરેક યુવાએ ભગવાન અને સનાતન પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ: અનંત અંબાણી
– ખંભાળિયા નજીક પદયાત્રી અનંત અંબાણી દ્વારા પ્રેરક ઉદબોધન – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ જામનગર તરફથી દ્વારકા સુધી ચાલીને નીકળેલા પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અનંત અંબાણીના સુપુત્ર અનંત અંબાણી હાલ ખંભાળિયા દ્વારકા – માર્ગ પર પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે તેમણે ખંભાળિયા નજીક મીડિયાને પ્રેરક ઉદબોધન કરી અને ભગવાન તેમજ […]
ખંભાળિયાના પ્રખ્યાત ગાયત્રી ગરબા મંડળ સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળતા કેબિનેટ મંત્રી મુળુભાઈ
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં છેલ્લા આશરે ચારેક દાયકાથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા જાણીતા શ્રી ગાયત્રી ગરબા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ છગના અત્રે રામનાથ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” ના 120 મા એપિસોડને સામૂહિક રીતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ […]
ખંભાળિયામાં રવિવારે રામનવમીની થશે ભવ્ય ઉજવણી
– પરંપરાગત શોભાયાત્રા સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પાવન પર્વ રામનવમીની આગામી રવિવાર તારીખ 6 એપ્રિલના રોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે પરંપરાગત શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે. રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના […]
સ્વામિનારાયણ પુસ્તકના કથનના વિરોધમાં દ્વારકામાં યોજાઈ મહાસભા
– બ્રાહ્મણો, વેપારીઓ, આગેવાનો દ્વારા આંદોલનના ભણકારા – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ દ્વારકાની ગુગળી બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં આજરોજ સાંજે દ્વારકાના ગુગળી બ્રાહ્મણો સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસ્થાઓ તથા જુદી જુદી જ્ઞાતિના આગેવાનોની એક મહાસભા યોજાઈ હતી. આ મહાસભામાં તાજેતરમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન દ્વારકાધીશ પ્રત્યે એક પુસ્તકમાં કરાયેલી ટિપ્પણી […]
ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ
પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫ ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે વિધાર્થીઓને પક્ષીઓ માટે કુંડાનું […]
બગસરામાં મહિલાઓને સિલાઈ યંત્રોની સહાય ભેટ
મૂકેશ પંડિત, બગસરા રવિવાર તા.૩૦-૩-૨૦૨૫ બગસરામાં સામાજિક પ્રવૃત્તિ સાથે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા મહિલા મંડળ અંતર્ગત સીવણ વર્ગમાં તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં હેતુથી મુંબઈ સ્થિત દાતા શ્રી ગુણવંતભાઈ શાહ તથા શ્રી ક્રિશાબેન શાહ પરિવાર તરફથી ત્રણ બહેનોને સિલાઈ યંત્રોની સહાય ભેટ અપાઈ છે. આજ સુધીમાં ૧૨૯ બહેનોને આ સહયોગ […]
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ
– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ […]
