ખંભાળિયામાં અલૌકિક આકાશી નજારો: ચંદ્ર ફરતે વલય દેખાતા કુતૂહલ
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના આકાશમાં ગઈકાલે રાત્રે એક અલૌકિક નજારો જોવા મળ્યો હતો. જેમાં ચંદ્રની ફરતે ગોળ વલય દેખાતા આ અંગેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ખંભાળિયા વિસ્તારના નભમાં ગઈકાલે બુધવારે રાત્રિના સમયે આકાશમાં રહેલા ચાંદાની આજુબાજુ વલય (ગોળ કુંડાળું) જોવા મળ્યું હતું. જે નિહાળીને ખંભાળિયાવાસીઓ આશ્ચર્યચકિત થયા…
