Sunday July 27, 2025

ટીમાણામાં ત્રણ ભાઈઓ ઉપર કૌટુંબિક કાકા અને ભાણેજનો છરી વડે હુમલો

જમીન બાબતે ચાલતા મતભેદની દાઝ રાખી કરાયેલા હુમલામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો તળાજા તળાજા તાલુકાના ટીમાણા ગામમાં રહેતા યુવાન અને તેના ભાઈઓ પર જમીન બાબતે થયેલ મતભેદની દાજ રાખીને યુવાનના કૌટુંબિક કાકા અને તેના ભાણેજે છરી વડે હુમલો કરી જ્યાં પહોંચાડી હતી. આ બનાવ અંગે જાગ્રસ્ત યુવાને તળાજા પોલીસ […]

કુંઢેલી ગામે પ્રજાસત્તાક દિને માજી સૈનિકને હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું

હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.આ 76 માં પ્રજાસત્તાક દિને કુંઢેલી ગામના માજી સૈનિક ધર્મેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજ વંદન થયું હતું. સુરત સ્થિત શિક્ષણ પ્રેમી દાતા પટેલ છગનભાઈ ઓધાભાઈ ગોટી તરફથી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.સ્વ.વૈભવગીરી ગોસ્વામી ની યાદમાં મહેશગીરી દયાળગીરી ગોસ્વામી પરિવાર દ્વારા તમામ 211 […]

ભૂતિયા(તા-પાલીતાણા)ના શિક્ષક રાજેશભાઈ પી ગોહિલને રાજ્યકક્ષાનો બેસ્ટ BLO એવોર્ડ એનાયત

હરેશ જોષી, કુંઢેલી રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન યોજાયું

તળાજા તાલુકાના દાંત્રડ ગામે પ્રજાસત્તાકદિને દાનની સરવાણી વહી

હરેશ જોષી, દાંત્રડ દાંત્રડ ગામ ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે શાળામાં ધ્વજવંદન ઉપસરપંચ વિપુલભાઈ ગઢાદરા દ્વારા કરવામાં આવ્યું હતું. SMC અધ્યક્ષ ભીમજીભાઇ પંડ્યા, સરપંચ દિલીપભાઈ પંડ્યા સહિત ગમજનોબહાજર રહ્યા હતા . સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમાં ભુતપૂર્વ આચાર્ય કનુભાઈ પી જાની ( માખણીયાવાળા) તરફથી રુપિયા10000/- નુ દાન થકી મધ્યાહન ભોજનમાં 120 સ્ટીલ ની ડીશ તેમજ […]

ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

ભાવનગર પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અપ્રિય ઘટનાઓ ટાળવા માટેની ફરજમાં કર્મચારીઓની સતર્કતા અને યોગદાનની પ્રશંસા કરતા, ભાવનગર ડીવીઝનના 12 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર (DRM Safety Award)” થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ પુરસ્કાર પાત્ર […]

ભાવનગર ડિવિઝનના લોકો પાયલોટ અને ફોરેસ્ટ ટ્રેકરની મદદથી બે બચ્ચા અને બે સિંહણને ટ્રેનની અડફેટે આવતાં બચાવી લેવાયાં

ભાવનગર ભાવનગર રેલવે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 135 સિંહોના જીવ […]

ભાવનગર ડિવિઝનના કર્મચારીઓની મદદથી ટ્રેનમા છુટી ગયેલો આઈ-ફોન રેલ યાત્રીને પરત મળ્યો

ભાવનગર વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નં. 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસના H-1 કોચ (એર-કન્ડિશન્ડ ફર્સ્ટ ક્લાસ)માં અમદાવાદથી જૂનાગઢ સુધી યાત્રા કરી રહ્યા હતા, 25 જાન્યુઆરી, 2025 (શનિવાર) ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે ભુલથી તેનો મોબાઇલ (આઇ-ફોન) ટ્રેનમાં છુટી […]

ખડસલિયામાં માધ્યમિક શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલીયામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી દિકરી દિવ્યા જે સો ટકા દિવ્યાંગ છે ,આંખોથી સો ટકા જોઈ શકતી નથી ,સો ટકા સાંભળી શકતી નથી અને માત્ર 50% સ્પર્શને સમજે છે એવી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં […]

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તારની વિચરતી વિમુક્ત જાતિની ગરીબ બહેનોને સુખડી વિતરણ

મૂકેશ પંડિત, બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર ના વિચરતી વિમુક્ત જાતિ ની ગરીબ સગર્ભા બહેનોને સુખડી વિતરણ પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવેલ. શશીકાંત ભાઈ દોશી મુંબઈ ની પ્રેરણાથી હંસાબેન જયંતિ ભાઈ મહેતા વાપી અને જમના બેન કાકુ ભાઈ રાયચુરા પરીવાર નવસારી ના સહયોગથી સંસ્થા દ્વારા ૩૦ બહેનો ને સુખડી વિતરણ […]

ભાવનગર જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શિક્ષણ મંત્રીના હસ્તે મણાર લોક શાળાના છાત્રો સન્માનિત

મૂકેશ પંડિત, ઇશ્વરીયા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારની ધોરણ 12ની ભાઈઓની એક ટીમ શિહોર મુકામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પિરામિડ રજૂ કરેલ જે બદલ આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે શાળાનાં કોચ વિપુલભાઈ સરવૈયાને હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માન કરેલ તેમજ બાકીના વિદ્યાર્થીઓએ વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ નારા બોલી રેલી સ્વરૂપે ભેગા થઈ સિનિયર […]

Back to Top