Saturday July 26, 2025

ગૃહ મંત્રી અમિત શાહ સાથે રાજ્યના વિવિધ નેતાઓની મુલાકાત

નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમજ જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી ડો. પૂનમબેન માડમ સાથે નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તેમજ શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, એ શુભેચ્છા મુલાકાત કરી.

ભાવનર યુનિવર્સીટીના ૪૪માં ખેલકુદ મહોત્સવમાં સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરીને નંદકુવરબા મહિલા કોલેજ – દેવરાજનગરે ઈતિહાસ રચ્યો

ભાવનગરઆંતર કોલેજ ખેલકુદ મહોત્સવમાં એથ્લેટિક્સ ની સ્પર્ધામાં પણ સતત ૧૦ મી વખતે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ તા. ૩૦-૧૧-૨૦૨૪ અને તા. ૦૧-૧૨-૨૦૨૪ ના રોજ યોજાયેલ ૪૪માં બે દિવસીય ખેલકૂદ મહોત્સવ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર માં ભાગ […]

બગદાણા ગુરૂ આશ્રમના મોભી મનજીબાપાને શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ભાવનગર જીલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ટ્રસ્ટ ના મોભી અને સંત શિરોમણી પ.પુ. બજરંગદસ બાપાના ખાસ સેવક પુ. મનજીબાપા નું તા. ૧૪-૦૨-૨૦૨૪ ને બુધવારે અવસાન ના સમાચાર સાંભળીને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. ભાવનગર જ નહિ પરંતુ ભારત અને વિશ્વ માં બગદાણા ગુરૂઆશ્રમ નો સેવક સમુદાય રહેલો છે. આ […]

સંતો- મહંતો, શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ભાવનગરના રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું

ભાવનગરતારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ અને સોમવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે, સંતો-મહંતોના આશીર્વાદસહ, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા, મેયર શ્રી ભરતભાઇ બારડ તેમજ સમગ્ર શહેર અને વોર્ડ સંગઠને, રામભકતોને લઈને અયોધ્યા જતી આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ. યાત્રીઓના ઉતારા, ભોજન, ચા-પાણી જેવી સુખાકારી વ્યવસ્થાના પ્રભારીઓ હેમરાજસિંહ સોલંકી અને રાજુભાઇ […]

Back to Top