ખંભાળિયામાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી લોકો ત્રસ્ત
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરની અવરજવર લોકો માટે મુસીબત બની રહી છે. અહીંની સુપર માર્કેટ પાછળના વિસ્તારમાં આજે સવારે બે રખડતા ઢોર સામસામે સામે આવી જતા હાહાકાર મચી ગયો હતો. જેથી અહીંના રાહદારીઓ અને દુકાનદારો જીવ બચાવવા દોડ્યા હતા. આ યુધ્ધમાં અડધા ડઝન જેટલા સ્કૂટરોને નુકસાન પહોંચ્યું હતું. …
