Friday August 08, 2025

રંઘોળામાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ

રંઘોળા બુધવાર તા.૨૬-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) મહાશિવરાત્રી પર્વની સર્વત્ર ભાવ ભક્તિ સાથે ઉજવણી થઈ છે. રંઘોળામાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ પ્રસંગે પાઠાત્મક મહારુદ્ર અને હોમાત્મક મહારુદ્ર દ્વારા પૂજન વંદના થઈ. શિવજીનાં દર્શન પૂજનમાં રંઘોળા સહિત આસપાસનાં ગામોમાંથી ભાવિકો લાભ લેતાં રહ્યાં છે.

Back to Top