Headlines

સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬: પોરબંદરના ભાવેશ્વર મંદિરે ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ સાથે ભક્તિની ચેતના પ્રગટી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર; સમગ્ર ભારતના ગૌરવ અને સ્વાભિમાન સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ઉપલક્ષમાં પોરબંદર શહેરના ઐતિહાસિક ભાવેશ્વર મંદિર ખાતે શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં ગતરોજથી ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ અને મંત્રોચ્ચારનો…

Read More

બગદાણામાં સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી: ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા

હરેશ જોશી, કુંઢેલીતા.6, મંગળવાર બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન…

Read More

કષ્ટભંજન દેવને શીશ ઝુકાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર

સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)        સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન…

Read More

ઈન્દોરની જળદૂર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, કુંઢેલી, તા.4થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પાણી પ્રદુષિત બન્યું હતું અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૧૬ લોકોનાં મોત નિપજયા હતા અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઈન્દોરના ભગીરથ પૂરા વિસ્તારમાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતું પાણી પ્રદુષિત થતાં હજારો લોકોની તબીયત લથડી હતી અને જોતજોતામાં તેમાંથી ૧૬…

Read More

જાહેર રસ્તા પરથી કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે પોરબંદરમાં જીવદયાપ્રેમીઓનો શાંતિપૂર્ણ વિરોધ

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સામાન્ય રીતે ભારતમાં કોર્ટના નિર્ણયની કોઈ ટીકા કરતું નથી પરંતુ દેશની સુપ્રીમ કોર્ટે એક એવો નિર્ણય લીધો છે કે જેની પોરબંદર સહિત ભારતના અનેક અનેક ખૂણામાં ટીકા થઈ રહી છે અને તે નિર્ણય છે કુતરાઓને જાહેર માર્ગ પરથી દૂર કરવાનો નિર્ણય. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ભૈરવ સાથે કૂતરાનું સ્થાન છે અને શિવભક્તિમાં…

Read More

દેશના પ્રથમ ક્રમના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે વર્ષમાં સૌ પ્રથમ, પ્રથમ દેવતા સોમનાથ મહાદેવના દર્શન કર્યા: પાંચ કરોડનું અનુદાન જાહેર

– રૂ. પાંચ કરોડનું અનુદાન શિવાર્પણ કરાયું કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ભગવાન શિવમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ અંબાણી પરિવારે આજરોજ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કરી, રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.        દેશના ગૌરવંતા ઔદ્યોગિક એકમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશભાઈ…

Read More

દ્વારકામાં નાતાલના વેકેશન દરમ્યાન દસ લાખથી વધુ ભાવિકોએ દ્વારકાધીશના દર્શન કર્યા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         દ્વારકાધીશ જગતમંદિરમાં નાતાલના વેકેશન દરમ્યાનના તા. 21 ડિસેમ્બર થી તા. 1 જાન્યુઆરી સુધીના બાર દિવસમાં જગતમંદિરમાં અંદાજિત દસ લાખથી વધુ દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.            નાતાલના મીની વેકેશનમાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકાધીશ મંદિર, ગોપી તળાવ,…

Read More

2026ને મંગલમય બનાવવાની કામના સાથે દ્વારકામાં જગદીશ મંદિરે યાત્રાળુઓની ભીડ

– નૂતનવર્ષની સવારે હજારો ભાવિકોએ દર્શન કર્યા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬       ઈસુનું વર્ષ 2025 પૂર્ણ થતાં અને 2026ની શરૂઆત થતાં હાલમાં ચાલતા નાતાલના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. 2026ના આરંભ સાથે નવવર્ષના પ્રથમ દિવસે આજે ગુરુવારે સમગ્ર વર્ષ મંગલમય નિવડે તેવી કામના સાથે હજારો શ્રધ્ધાળુઓએ ચિકકાર ગીર્દી હોવા છતાં…

Read More

ધીરૂભાઈ અંબાણીઃ ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન-પરિમલ નથવાણી

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ…

Read More

યાત્રાધામ બગદાણામાં આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાનો 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

સદગુરુ શ્રી બજરંગદાસબાપના ધામમાં તા.6 જાન્યુઆરી, 2026 ને મંગળવારના રોજ એક લાખથી વધુ ભાવિકો મહોત્સવમાં સામેલ થશે હરેશ જોશી, કુંઢેલી દ્વારા ગોહિલવાડમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ગામે આવેલા અલગારી સંત પૂ. બજરંગદાદબાપાના ગુરૂઆશ્રમ ખાતે પૂ.બાપાના 49 માં પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવવાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ પુણ્યતિથિ મહોત્સવમાં એક લાખથી પણ વધુ…

Read More