
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬
જામનગર ઓદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજયી થયેલા જનપ્રતિનિધિઓના સન્માનાર્થે જામનગર સ્થિત જ્ઞાતિની વાડી ખાતે ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, નિશાબેન અસવાર તેમજ ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય ઋષિરાજ કિરીટભાઈ ખેતીયાનું શાલ, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જ્ઞાતિના વરિષ્ઠ આગેવાન અને જાણીતા એડવોકેટ જાગૃતિબેન વ્યાસ, જ્ઞાતિના પ્રમુખ દિલીપભાઈ વ્યાસ, ઉપપ્રમુખ, મંત્રીઓ તથા જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ પણ જોડાઈને કાર્યક્રમને ગૌરવશાળી બનાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ જ્ઞાતિની એકતા, સામાજિક જાગૃતિ અને સમાજના પ્રતિભાશાળી આગેવાનો પ્રત્યેના સન્માનની ભાવનાનું સુંદર પ્રતિબિંબ બન્યો હતો. આ સુંદર આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
