જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ગાંગડી (વીરપુર) ગામના નવયુવાન કિશન ચેતરીયાએ ગઈકાલે રવિવારે પ્રભુતામાં પગલાં માંડતા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સર્વે ગ્રામજનો અને નવયુવાનોને તેમણે મતદાન કરવાની અપીલ કરી હતી. કિશન ચેતરીયાએ મતદાન કર્યા બાદ જ પોતાની જાન પ્રસ્થાન કરાવી હતી
– ટીંબડી ગામે લગ્નના દિવસે વરરાજાએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી –
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ અંતર્ગત રવિવારના રોજ મતદાન યોજાયું હતું. જેમાં ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના યુવાન હેમંતસિંહ જાડેજાએ પોતાના લગ્નના દિવસે મતદાન કર્યું હતું. તેમણે દેશની લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ સમજીને લગ્નની વિવિધ વિધિઓમાંથી સમયની અનુકૂળતા કરીને મતદાન મથકે આવી મત આપ્યો હતો. લગ્નના દિવસે પોતે મતદાન કરીને તેમણે અન્ય નાગરિકો માટે અવશ્ય મતદાન કરવા પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

