

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
દક્ષિણ ગુજરાતના વલસાડનું નેટવર્ક છેક પોરબંદર સુધી પહોંચે છે. પોરબંદર જીલ્લાના કુતિયાણા વિસ્તારમાં દારૃની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આકાશ દિનેશભાઇ પટેલ (કોળી પટેલ), ઉ.વ.૨૯, રહે.પરમધામ સોસાયટી, ઘર નં.૩૩, બાલાકડી, કીલ્લા પારડી, તા.પારડી, જી.વલસાડ તથા તેજશ અર્જુનભાઇ હળપતિ, ઉ.વ.૨૮, રહે.કીલ્લા પારડી, ચીફુ માર્કેટ પાછળ, તા.પારડી, જી.વલસાડ) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ અન્વયે વડોદરા તથા અમદાવાદ જેલમાં અટકાયતમાં રાખવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા પીઆઇ કાંબરીયાએ સામાવાળાને પાસા વોરન્ટની બજવણી કરી અન્વયે વડોદરા તથા અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે. આ કાર્યવાહીમાં એલસીબી પોલીસનો મોટો કાફલો જોડાયો હતો.