Headlines

રાણાવાવના અમરદળ ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા: ૧૬ હજારથી વધુની રોકડ જપ્ત


ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર

​ પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ રાણાવાવ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ, અમરદળ ગામે જાહેરમાં ‘તીનપત્તી’નો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ઘટનાની વિગત: રાણાવાવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરદળ ગામના ખાંટ ફળીયામાં આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે જાહેરમાં હાર-જીતનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે ઘેરી લીધા હતા. પોલીસની આ કાર્યવાહીમાં સ્થળ પરથી કુલ રૂ. ૧૬,૩૫૦/- ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.

ઝડપાયેલા આરોપીઓના નામ: ૧. હિતેશ કાનાભાઈ ગોહેલ

૨. ખોડા રામજીભાઈ મકવાણા

૩. સુરેશ લાલજીભાઈ ગોહેલ

૪. માલદે રામજીભાઈ મકવાણા

૫. મુકેશ ભીખુભાઈ ગોહેલ

​આ તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં રાણાવાવ પોલીસના પી.આઈ. એન.એન. તલાવીયા, પી.એસ.આઈ. આર.વી. મોરી તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *