દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતા આર.એમ. તન્ના: તત્કાલીન કલેકટરને અપાઈ ભાવભરી વિદાય
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે આર.એમ. તન્નાએ આજરોજ તેમનો ચાર્જ સંભાળ્યો હતો. આ ચાર્જ મેળવતી વખતે તેમણે જિલ્લા કલેકટર તરીકે જિલ્લાના વિકાસને અગ્રતા આપીને ‘ટીમ દેવભૂમિ દ્વારકા’ તરીકે કાર્ય કરવા સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જિલ્લાની પ્રગતિની સફરને વધુ આગળ વધારવા આત્મવિશ્વાસની લાગણી વ્યક્ત કરી…
