Headlines

પોરબંદર જિલ્લામાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના ટેસ્ટની કામગીરી તા.૭ માર્ચ સુધી બંધ

પોરબંદર, તા. ૨:પોરબંદર જિલ્લા આર.ટી.ઓ. કચેરી દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક મેન્ટેનેન્સ કામગીરીને કારણે બંધ રાખવામાં આવ્યો છે. જિલ્લા આર.ટી.ઓ.કચેરી ખાતે તા. ૦૧-૦૧-૨૦૨૬ થી તા. ૨૭-૦૨-૨૦૨૬ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક મરામત અને જાળવણી કામગીરીને કારણે બંધ રાખવામાં આવ્યો હતો. હવે આ કામગીરી પૂર્ણ ન થતા બંધની મુદત લંબાવી તા. ૦૭-૦૩-૨૦૨૬ સુધી ટેસ્ટ…

Read More

ખંભાળિયામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજરોજ હુતાસણી પર્વની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા સ્થળોએ આજરોજ રાત્રે વિવિધ ચોઘડિયામાં હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.        ખંભાળિયામાં જુની લોહાણા મહાજન વાડી પાસે ગાડીત પાડામાં દાયકાઓ જૂની રજવાડાના સમયની રાવળી હોળી તેમજ અહીંના રામનાથ સોસાયટી,…

Read More

કેરળથી દ્વારકા દર્શનાર્થે આવેલા વૃધ્ધાની તબિયત લથડતા પોલીસ વ્હારે આવી

– તબીબી સારવાર બાદ દ્વારકાધીશના દર્શન કરાવાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        દ્વારકા ફુલડોલ ઉત્સવ બનાવવા માટે ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ દેશના અન્ય પ્રાંતના શ્રદ્ધાળુઓ પણ અહીં હોંશભેર આવે છે. ત્યારે કેરળથી ખાસ ટ્રેન મારફતે દ્વારકા દર્શન કરવા માટે 400 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ આવ્યો હતો. આ સંઘમાં રહેલા 76 વર્ષના એક…

Read More

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર – 62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડ વિસ્તારમાં ગતરાત્રિના સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના…

Read More

ભાવનગર અને અલંગમાં રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સનો પ્રારંભ: તાલીમાર્થીઓને સ્ટાઈપન્ડ પણ મળશે

ધ ગ્રેટ વર્લ્ડ, અલંગ ​ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર અને સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીના સહયોગથી જિલ્લાના યુવાનો માટે રોજગારીલક્ષી સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. માનવ સેવાની સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા ૧૦ પાસ ઉમેદવારો માટે ભાવનગર અને અલંગ ખાતે વિનામૂલ્યે ‘હેલ્થ કેર આસિસ્ટન્ટ’ કોર્સ શરૂ કરવામાં આવનાર છે. આ તાલીમ…

Read More

જામ રાવલમાં કાના લખમણનો 3.32 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અકળ કારણોસર હડમતીયાના યુવાને ગળાટૂંપો ખાઈ લેતા મૃત્યુ       કલ્યાણપુર તાલુકાના હડમતીયા ગામે રહેતા સુમિત પાલાભાઈ પારીયા નામના 19 વર્ષના યુવાને ગઈકાલે શનિવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અનિલભાઈ પાલાભાઈ પારીયાએ કલ્યાણપુર પોલીસને કરી…

Read More

૫ વર્ષની બાળકી નૈત્રીએ શેત્રુંજય મહાતીર્થની ‘છ ગાઉ’ની પદયાત્રા કરી અનોખી ભક્તિ પ્રગટ કરી

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧​ શેત્રુંજય મહાતીર્થની પવિત્ર ભૂમિ પર આજે ભક્તિ અને મક્કમ મનોબળનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરતની વતની અને માત્ર ૫ વર્ષની વય ધરાવતી બાળકી નૈત્રી અક્ષત દોશીએ ગિરિરાજની કઠિન ગણાતી ‘છ ગાઉ’ની પદયાત્રા પગે ચાલીને અત્યંત ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી સમગ્ર જૈન સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.​આજરોજ તા. ૧/૩/૨૦૨૬ના…

Read More

ભાણવડના વાડી વિસ્તારમાં મધરાતે અજગરનું દિલધડક રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડના રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક અજગર અવારનવાર દેખા દેતો હતો. જેના કારણે સ્થાનિક વાડી માલિકો અને ખેડૂતોમાં સતત ડરનો માહોલ જોવા મળતો હતો. આ વચ્ચે તાજેતરમાં મોડીરાત્રિના સમયે આ અજગરે ફરી એક વખત દેખા દેતા વાડી માલિકોએ તાત્કાલિક ભાણવડના એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ…

Read More

દ્વારકામાં ગોમતીઘાટ વિસ્તારમાં યાત્રાળુઓને તકેદારી અર્થે પોલીસ પેટ્રોલિંગ

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬       યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે હજારો પદયાત્રીઓ આવી ચૂક્યા છે અને હજુ પણ વધુ યાત્રાળુઓ અહીં આવી રહ્યા છે. દ્વારકાધીશ જગત મંદિરમાં માથું ટેકવી શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટે ડુબકી લગાવવા જાય છે. આ પરિસ્થિતિમાં યાત્રિકો સાથે કોઈ ડૂબવાની કે એવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી…

Read More

અવસાન નોંધ દેવભૂમિ દ્વારકા

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૩-૨૦૨૬ અવસાન નોંધ જામ ખંભાળીયા: સ્વ. અમૃતલાલ પોપટભાઈ દુધૈયાના પુત્ર શાંતિલાલ (મુળ ભાટીયા વાળા) (ઉ.વ. 76) તે નિર્મળાબેનના પતિ તથા બિજલબેન અતુલભાઈ ભારદીયાના પિતા તેમજ નરેન્દ્રભાઈ (જામનગર), નટુભાઈ (રાજકોટ), વિનુભાઈ (યુ.કે.), જગુભાઈ (રાજકોટ) અને રંજનબેન કિશોરભાઈ વેકરીયા (જામનગર)ના મોટાભાઈ તથા અતુલભાઈ મહેશભાઈ ભારદીયાના સસરા અને સ્વ. ડાયાલાલ દેવજીભાઈ સુરેલીયાના જમાઈ તા.28 ના…

Read More