શિવરાજપુર બીચ ખાતે તા. 11 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે

– સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી – 

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬

        ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુરના બ્લુ ફલેગ બીચ ખાતે પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

        આ બેઠકમાં કલેકટરએ પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ મહોત્સવ દરમિયાનની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત કાર્યક્રમને અનુરૂપ પતંગબાજો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુષાંગિક અન્ય વ્યવસ્થા કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, ઉપરાંત સ્વચ્છતા, ફાયર, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, કાયદો અને વ્યવસ્થા, પીવાનું પાણી, સહિતની બાબતો સુનિશ્ચિત કરવા સબંધિત વિભાગના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.

    આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *