ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.) દ્વારા પોરબંદર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમો ઉપર વોર તપાસ રાખવા તથા આવા ઇસમો પોરબંદર જીલ્લામાંથી મલી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચનાના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ASI મુકેશભાઈ માવદીયા તથા HC હીમાંશુભાઈ મક્કા તથા PC નટવરભાઈ ઓડેદરા ને મળેલ હકીકત આધારે, સબ.ડીવીજી. કુતીયાણાના હદપારી કેસ નં. ૪૫/૨૦૨૫ તા.૧૦/૦૭/૨૦૨૫ અન્વયે મીતેશ ઉર્ફે નીતેશ વલ્લભભાઈ લીંબડ રહે. કુતીયાણા ચકલાપરા તા.કુતીયાણા જી. પોરબંદર વાળાને તા. ૧૫/૦૭/૨૦૨૫ થી ૧ (એક) વર્ષ માટે પોરબંદર જીલ્લામાંથી હદપાર કરેલ હોય અને મજકુર મીતેશ ઉર્ફે નીતેશ વલ્લભભાઈ લીંબડ ઉ.વ.૩૦ રહે. કુતીયાણા ચકલાપરા તા.કુતીયાણા જી. પોરબંદર વાળાને કુતીયાણા ટાઉન વાઘેશ્વરી વિસ્તારમાંથી પકડી પાડી મજકુર આરોપી વિરુધ્ધ કુતીયાણા પોલીસમાં ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી કરવા માટે કુતીયાણા પોસ્ટે. સોપી આપેલ છે.
આ કામગીરીમાં LCB પીઆઇ આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઈ વિંજીડા, રાજેન્દ્રભાઈ જોશી, ગોવિંદભાઈ મકવાણા, ઉદયભાઈ વરે, રણજીતસિંહ દયાતર, મુકેશભાઈ માવદીયા તથા HC સલીમભાઈ પઠાણ, ઉમેદસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષમણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વીરેન્દ્રસિંહ પરમાર તથા WHC નાથી બેન કછડીયા તથા PC નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્ર. PC રોહિતભાઈ વસાવા વગેરે રોકાયેલ હતા.
