જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬
ખંભાળિયા પોલીસ મથકમાં તાજેતરમાં એક પ્રકરણ સંદર્ભે હનીટ્રેપમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે ફરિયાદીની ફરીયાદના આધારે લેવામાં આવેલા અને ઈન્વેસ્ટીગેશન અધિકારી ધ્વારા તપાસના કામમાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિમાન્ડની માંગણી સાથે ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.
આ પ્રકરણમાં ફરીયાદી તરફે વિથ પી.પી. ધ્વારા આરોપીના રિમાન્ડ મંજુર કરવા દલીલ કરી, અને સરકાર તરફે પણ રિમાન્ડ મંજુર કરવા દલીલ કરવામાં આવી હતી. પરંતુ આરોપી તરફે વકીલ રાજવીરસિંહ એન. જાડેજાને નિયુકત કરતા વકીલ દ્વારા આરોપીનો બચાવ કરવા માટે અને રિમાન્ડ મંજુર કરવા સામે સખત વાંધો લેતા નામદાર કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજુર કર્યા હતા. ત્યાર બાદ આરોપી પક્ષે જામીન અરજી દાખલ કરતા તેમાં પણ વિથ પી.પી. ધ્વારા જામીન પર મુકત ન કરવા લેખીત વાંધાઓ તથા રજુઆત કરેલ પરંતુ આરોપીના વકીલ રાજવીરસિંહ એન. જાડેજાની સવિસ્તૃત દલીલોને ધ્યાને લઈને નામદાર કોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કર્યા હતા.
આ કેસમાં આરોપી તરફે વકીલ કે.એચ. ત્રીવેદી, આર.એન. જાડેજા, ડી.ડી. લુણા, ડી.એલ.ઓડીચ, કે.કે. પંડયા તથા ઓફીસ આસી. કરણભાઈ સવજાણી રોકાયા હતા.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
