Headlines

પોરબંદરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે કવિ સંમેલન યોજાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ – 2026 ના ઉપલક્ષ માં ” કવિ સંમેલન ” નું ભવ્ય આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 ના ઉપલક્ષ માં કવિ સંમેલન નું આયોજન તા. 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 કલાકે, ગોકુલ નગરી ફાર્મ – 1, નર્મદા ડેરી પાસે નેશનલ હાઇવે, વનાણા, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું.
આ કવિ સંમેલનમાં પોરબંદરના નેહલ જોશી, સુનિલ ભીમાણી અને લાખણશી આગઠે પોતાની સ્વરચિત કવિતાઓનો રસાસ્વાદ સાહિત્યપ્રેમીઓને કરાવીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમનું સંચાલન જય પંડ્યાએ કર્યું હતું અને સંયોજન કમલભાઈ રાજપરાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં પોરબંદરના અગ્રણી તબીબ ડો. સુરેશભાઈ ગાંધી, ડો. અરુણભાઈ શાહ, ડો. ઉર્વીશભાઈ મલકાણ, પી. વી. ગોહેલ અને અન્ય સાહિત્ય રસિકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને મનભેર માણ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ચેરમેન કિરીટભાઈ રાજપરા, પ્રોજેક્ટ કમિટી મેમ્બર્સ શ્રી પ્રકાશભાઈ પરમાર, અનિલભાઈ બથિયા, હિતેષભાઇ રાઠોડ, કેતનભાઈ દત્તા, હિતેષભાઇ દવે, જીતુભાઇ મજીઠીયા અને નરેશભાઈ ગોરખીયા એ જહેમત ઉઠાવી હતી. સહુ સાહિત્ય પ્રેમી શ્રોતાઓ એ કાર્યક્રમ માણ્યો હતો અને આયોજકો ને બિરદાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *