Headlines

ખંભાળિયા પોલીસની કડક કાર્યવાહી: 15 જેટલા વાહનો ડીટેઈન

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬

      ખંભાળિયા પોલીસે ગત મોડી રાત્રે ટ્રાફિક અંગેની કાર્યવાહી કરી, એક સાથે 15 જેટલા વાહનો ડીટેઈન કર્યા હતા.

      જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા પંથકમાં વાહન ચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન ન કરાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ખંભાળિયા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે ચેકિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત નેશનલ હાઈવે પર ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા તેમજ જરૂરી દસ્તાવેજો રજુ નહીં કરનાર ઈક્કો કાર, ઓટો રિક્ષા, બાઇક, સ્કૂટર જેવા 15 વાહનો કબજે કરી, જે-તે વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ ઝુંબેશથી બેદરકાર વાહનચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *