જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠન પ્રભારી તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા તથા જૂનાગઢ જિલ્લાના આગેવાન પુનિતભાઈ શર્મા જિલ્લાના પ્રથમ પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આજરોજ ખંભાળિયામાં અહીંના પૂર્વ જિલ્લા મહામંત્રી અને સતવારા સમાજના યુવા આગેવાન રસિકભાઈ નકુમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
આ પ્રસંગે અહીં તેમનું ખાસ સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્નેહભર્યા વાતાવરણમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સંગઠન અને જિલ્લાના વિવિધ મુદ્દાઓ અંગે અનૌપચારિક ચર્ચા કરવામાં આવી હતી. તેમને આ મુલાકાતમાં જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ સરસિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો: કુંજન રાડિયા)
