Headlines

રાજકોટના નવનિયુક્ત રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

– જગત મંદિરે શીશ ઝુકાવ્યું: બોકસાઈટ માઈનીંગ અંગે સૂચનાઓ આપી –

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬

      રાજકોટ વિભાગના નવનિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ ગત સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાની આ મુલાકાત દરમિયાન તેઓએ દ્વારકાના જગત મંદિરે ખાતે ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી, આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમને અહીં મંદિર સુરક્ષાને લઈને જરૂરી સમીક્ષાઓ કરી હતી.

     આ ઉપરાંત તેમણે જિલ્લા એસપી કચેરીને તેમજ કલ્યાણપુર પોલીસ મથકની પણ મુલાકાત કરી હતી. કલ્યાણપુર પંથકમાં અગાઉ જે સ્થળોએ બોકસાઈટનું ગેરકાયદેસર માઈનિંગ થતું હતું, તે જગ્યાની મુલાકાત લઇ, અને સંબંધિત તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

       તેમની આ મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વિસ્મય માનસેતા, સાગર રાઠોડ વિગેરે અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *