Headlines

પોરબંદર ચોપાટી ગુજરી બજારમાંથી રોકડ ભરેલું પર્સ મળ્યું, અસલ માલિકને સંપર્ક કરવા પોલીસની અપીલ

​ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

​પોરબંદરના સુપ્રસિદ્ધ ચોપાટી વિસ્તારમાં આવેલ ગુજરી બજારમાંથી આજે એક પ્રામાણિકતા અને તંત્રની સતર્કતાનો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બજારમાં ખરીદી દરમિયાન એક નાનું પર્સ મળી આવ્યું હતું.

​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પર્સમાં રોકડ રકમ રહેલી છે. બજારમાં ભીડભાડ વચ્ચે કોઈ નાગરિકનું આ પર્સ પડી ગયું હોવાનું જણાય છે. હાલ આ પર્સ પોલીસ સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યું છે.

​પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ વ્યક્તિનું આ પર્સ હોય તેમણે પર્સમાં રહેલી કુલ રકમ અને પર્સના રંગ-રૂપની યોગ્ય ઓળખ આપીને ટ્રાફિક શાખા, પોરબંદર ખાતેથી પોતાનું પર્સ મેળવી લેવું. પોલીસની આ તત્પરતાને કારણે મૂળ માલિકને પોતાની ખોવાયેલી રકમ પરત મળવાની આશા જાગી છે. બીજી તરફ લોકો પણ ઈચ્છે રહ્યા છે કે ઝડપથી આ પાકીટના મૂળ માલિક પોલીસને મળી આવે કારણ કે લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે આ પાકીટમાં છે કેટલા રૂપિયા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *