જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬
ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં અહીંના પ્રબુદ્ધ નાગરિકો સર્વશ્રી રમણીકભાઈ રાડીયા, યોગેશભાઈ મોટાણી, ડો. અમિતભાઈ નકુમ, વિકીભાઈ અને દીપ્તિબેન રૂઘાણી (ફોન વાલે), મિલનભાઈ સાયાણી, જાણીતા ગૌસેવા કપિલભાઈ દતાણી, જયસુખભાઈ સોનૈયા (પીંડારા વારા) વિગેરેએ સમયસર પરિવાર સાથે મતદાન કરી અને લોકોને મતદાન પ્રત્યે જાગૃત રહી, મહત્તમ મતદાન થાય તે માટે અનુરોધ કર્યો હતો.




