જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના ઘાવડા પરિવાર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. આ ગામની દીકરી ધર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ ઘાવડાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધર્મિષ્ઠાબેનની આ સફળતા તેમના પરિવાર, ગામ તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. તેમની અથાગ મહેનત, લગન અને નિષ્ઠાના પરિણામે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.
આ પ્રસંગે કંચનપુર ગામના આગેવાનો, સગા-સંબંધીઓ, મિત્રો તેમજ સમસ્ત ઘાવડા પરિવારે ધર્મિષ્ઠાબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. ધર્મિષ્ઠાબેન ઘાવડાની આ સફળતા માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર કંચનપુર ગામ માટે ગૌરવરૂપ છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
