Headlines

ઘોઘા પોલીસ ક્વાર્ટરના ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવી વૃદ્ધની બિનવારસી લાશ: ​સુરેન્દ્રનગર જિલ્લાના ચાચકા ગામના હોવાનું પ્રાથમિક તારણ: હત્યા આત્મહત્યા કે અકસ્માત?

Oplus_131072

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
​ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને રહસ્યમય બનાવ સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ અને સોમવારના રોજ સવારના અરસામાં આ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘા પોલીસ ક્વાર્ટરના મુખ્ય ગેટ પાસેથી એક બિનવારસી અને શંકાસ્પદ હાલતમાં વૃદ્ધની લાશ મળી આવી છે. સવાર-સવારમાં આ પ્રકારે બિનવારસી મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને થોડી જ વારમાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
​ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સુરક્ષા અને આપાતકાલીન યંત્રણાને જાણ કરવામાં આવી હતી. સવારે અંદાજે આઠ વાગ્યાના સુમારે ઘોઘા પોલીસ ક્વાર્ટર પાસેથી લાશ મળી આવ્યાની માહિતી મળતા જ ૧૧૨ પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે જ ઇમરજન્સી સારવાર અને વહન માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને પણ જાણ કરાઈ હતી, જેથી ૧૦૮ ની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.


​ઘટનાસ્થળે પ્રાથમિક કાર્યવાહી બાદ, સંબંધિત અધિકારીઓ અને ટીમ દ્વારા તે અજાણ્યા વૃદ્ધને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC હોસ્પિટલ) ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઘોઘા સીએચસી હોસ્પિટલના ફરજ પરના તબીબો દ્વારા વૃદ્ધની શારીરિક તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસના અંતે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


​આ અચાનક બનેલી ઘટના બાદ મૃતકની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. મૃતક ક્યાના છે અને તેમની ઓળખ શું છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવી માહિતી સામે આવી છે કે આ મૃતક વૃદ્ધ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચાચકા ગામના રહેવાસી છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો છે અથવા તો અકસ્માત પણ હોઈ શકે તેવી તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ઘોઘા પોલીસ તપાસ ચલાવી રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *