ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, લાકડીઓ વડે શરીરે મુઢ માર મારી, મારી નાખવાની ધમકી
પોરબંદર
રાણા વડવાળામાં એક મિસ્ત્રી પાસે બે શખ્સોએ જમીન અંગેના વિવાદમાં રૂપિયા પાંચ લાખની માંગણી કરતા મિસ્ત્રી આધેડ આ માંગણીને શરણે ન થતાં તેના ઉપર હુમલો કરી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપવાની ઘટના ફરિયાદના રૂપમાં સામે આવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સુરેશભાઈ લખમણભાઈ વારા (ઉવ.૪૭ ધંધો- મીસ્ત્રીકામ રહે.હાલ રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ મુરલીધર સોસાયટી શેરી નં.૧ મકાન નં.એ- ૫૭ જી.રાજકોટ મુળ રાણા વડવાળા ગામ તા.રાણાવાવ જી.પોરબંદર)એ
(૧) દીલીપ ભરતભાઇ ઓડેદરા (૨) રમેશ ઉર્ફે કેતન વેજાભાઇ ઓડેદરા (રહે.બંને રાણા વરવાળા ગામ તા.રાણાવાવ) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરીયાદી તથા તેમના ભાઇ સાહેદ-હરીશ લખમણભાઇ વારા તથા તેમના પીતાજી લખમણભાઇ ભીમાભાઇ વારા રાણા વરવાળા ગામે રેવન્યુ સર્વે નંબર ૫૬૩ જેના જુના સર્વે નંબર ૪૪૭ વાળી જમીન વેચાતી લિધેલ હોય જે જમીનમાં તેઓ કામ કરતા હતા તે દરમીયાન આ કામના આરોપીઓ હાથમાં લાકડીઓ લઇ,ફરીયાદીના ખેતરમાં ગેરકાયદેશર પ્રવેશ કરી, ફરીયાદી તથા સાહેદો પાસે રૂપીયા પાંચ લાખની માંગણી કરતા ફરીયાદી તથા સાહેદોએ રૂપીયા આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, લાકડીઓ વડે શરીરે મુઢ માર મારી, મારી નાખવાની ધમકી આપી,આરોપીઓએ એક બીજાને મદદગારી કરી હતી. તા-૩/૧૨/૨૦૨૪ના કલાક-૧૩/૦૦ વાગ્યાના અરસામાં રાણા વડવાળા ગામે ફરીયાદીની વાડીએ બનેલી આ ઘટના અંગે રાણાવાવ પોલીસમાં બી એન એસ કલમ- ૧૧૫(૨), ૩૦૮(૩), ૩૨૯( ૩), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુનો દાખલ થતા જમાદાર એમજી કડેગ્યાએ તપાસ હાથ ધરી છે.