Friday August 08, 2025

સંક્રાંતિ દરમિયાન પતંગ ચગાવતા માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી મહુવા

     દરેક વર્ષે સંક્રાંતિ દરમિયાન પતંગ ચગાવતા અને અજાણતા જ ધાબાં પરથી પડી જતાં કેટલાય લોકો મોતને ભેટયા છે. આ વર્ષે સંક્રાંતિ દરમિયાન પતંગ નો દોરો ગળામાં વાગી જતાં પણ કેટલાક લોકોનાં મોત નિપજયા છે. રાજકોટમાં અકસ્માતમાં ત્રણ મોત નિપજયા છે. બેડલા ગામના એક યુવકનું ગળામાં દોરી આવી જતાં કરુણ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતો યુવક પતંગ ચગાવતા અગાશીમાં થી નીચે પટકાયો હતો અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. ત્રીજા બનાવમાં જામનગરના પરિવારનો નાનો પુત્ર પણ અગાશીમાથી પટકાયો હતો અને મ્રુત્યુ પામ્યો હતો. 
     મહુવામાં પણ કડિયાકામ કરતો યુવકનું મોત નિપજ્યું હતું. આમ વિવિધ પ્રકારની ઘટનાઓ બની છે અને પૂજ્ય મોરારીબાપુએ આ બનાવોમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયા છે તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top