ભોડદર ગામની યુવતીના છૂટાછેડા થતાં લાગી આવ્યું: ઝેરી ટીકડા ખાઈ લીધાં: ડોક્ટર દ્વારા સારવાર અને પોલીસ દ્વારા તપાસ શરૂ

પોરબંદર
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોડદર ગામની એક યુવતીના છૂટાછેડા થતા તેને લાગી આવ્યું હતું અને તેણે અનાજમાં નાખવાના ઝેરી ટીકણા ખાઈ લેતા તેની તાબડતોબ સારવાર ચાલુ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.
પોલીસે કહ્યું કે આ ઘટના પોલીસ સમક્ષ જાહેરકરનાર રામીબેન ભીમશીભાઇ મુળુભાઇ વાઢીયા (ઉ.વ-૫૨ ધંધો-ખેતિ રહે-ભોડદર ગામ તા-રાણાવાવ જિ.પોરબંદર)ની દિકરી ભોગ બનનાર પ્રવીણાબેન ભીમશીભાઇ વાઢીયા (ઉ.વ-૨૮)નુ એક મહિના પહેલા છુટ્ટાછેડા થઇ ગયેલ હોય જે વાતનુ મનમાં લાગી આવતા પોતે પોતાની મેળે અનાજમાં નાખવાના ટીકડા ખાઇ જતા તેમની સારવાર અને પોલીસ તપાસ ચાલુ છે.
તા- ૪/૨/૨૦૨૫ના કલાક ૧/૦૦ વાગ્યાના અરસામાં ભોડદર ગામ ભોગ બનનારના રહેણાંક મકાને બનેલી આ ઘટના અંગે રણાવાવ હેડ કોન્સ્ટેબલ બીવી વાળા તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *