નવસારીનો યુવાન માછીમાર પોરબંદરના દરિયામાં ગાયબ થયો: શોધખોળ

પોરબંદર
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોલવા ગામનો એક માછીમાર પોરબંદરના દરિયામાં માછીમારી કરવા માટે જતા અકસ્માતે પાણીમાં પડી જતા ગુમ થયો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગુમ થનાર વિજયભાઇ ભગુભાઇ હળપતી (ઉ.વ.૩૯ રહે દાડી ફળીયા કોલવા ગામ તા.ગણદેવી જી નવસારી) માછીમારી દરમ્યાન તા.૨/૨/૨૦૨૫ના કલાક ૦૦/૦૦ વાગ્યા થી ૫/૦૦ વાગ્યાના અરશામાં દરીયામાં પોઝીસન N 21.523435 તથા E 69.453115 પર બોટ માંથી અકસ્માતે દરીયાના પાણીમાં પડી જતા ગુમ થયા છે. તા.૨/૨/૨૦૨૫ના રોજ પોરબંદરથી ૨૩ નોટીકલ માઇલ દુર દરીયામા બનેલી આ ઘટના અંગે નવી બંદર મરીન પોલીસના જમાદાર પીએન ભુવાએ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *