Saturday June 21, 2025

પોરબંદરમાં વેપારીના બેંકના કાગળો અને રોકડ સહિતના થેલાની ચીલઝડપ

અજાણ્યો એક માણસ થેલો ઝૂટવી ગયો અને એક બાઈક સવારની પાછળ બેસીને ફરાર થઈ ગયો: બંને શખ્સ સામે ફરિયાદ

પોરબંદર
પોરબંદરમાં એક વેપારી પોતાના પાન મસાલાના માલસામાન સાથે જઈ રહ્યા હતા ત્યારે નવા ફુવારા પાસે આવતાં બે શખ્સોએ તેમના રૂ. 1,500 અને બેંકના કાગળો ભરેલા એક થેલાની લૂંટ કરી હતી. એક માણસ થયેલો ઝૂંટવી ગયો અને નજીકમાં એક બાઈક ચાલુ જ કરીને બેઠેલા માણસની પાછળ બેસી ગયો અને બંને ફરાર થઈ ગયા. બંને અજાણ્યા માણસો સામે વેપારીએ પોલીસ ફરિયાદ કરી.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે હિતેશભાઇ હેમેન્દ્રભાઇ વાકાણી (ઉ.વ.૫૨ ધંધો- વેપાર રહે.કડીયા પ્લોટ શેરી-૭ પોરબંદર)એ એક ક્રીમ કલરનો શર્ટ તથા ડાર્ક કલરનું પેન્ટ તથા માથે ટોપી પહેરેલ અજાણ્યો માણસ અને તેની સાથેના બીજા એક અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરીયાદી પોતાના ટી.વી.એસ. કંપનીના મોપેડ નં. GJ-25-K-8246 માં પાન મસાલાના માલ- સામાનની સાથે અન્ય એક થેલામાં પોરબંદર યુનિયન બેન્ક એકાઉન્ટની ચેક બુક, પાસબુક, સ્લીપ બુક તથા આશરે રૂ।.૧૫૦૦/- ની અલગ- અલગ નોટ રાખેલ જે થેલાની આરોપી ઝુંટવી, થેલો લઈને દોડી થોડે દુર મોટર સાયકલ સાથે ઉભેલ આરોપીની પાછળ બેસી જઈ બંન્ને આરોપીઓ ફરીયાદીના થેલાની લુંટ કરી નાસી ગયા હતા. તા.૫/૨/૨૦૨૫ ૧૨/૦૦ વાગ્યાના અરસામાં નવા ફુવારા પાસે આશા ચીલ્ડ્રન હોસ્પીટલની સામે પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે કમલાબાગ પોલીસમાં ગુનો દાખલ થતાં ફોજદાર એલએચ મારુએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top