Saturday June 21, 2025

ખંભાળિયા: ખેલ મહાકુંભમાં દાંતા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫

      ખંભાળિયા તાલુકાની તાજેતરમાં યોજાઇ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં યોગાસન અન્ડર – 14, સરસીયા ધ્રુમિક નારણભાઈએ પ્રથમ, ચેસ અન્ડર- 22 બહેનો માટેની સ્પર્ધામાં જાડેજા કાવ્યબા રાજવીરસિંહએ તાલુકામાં પ્રથમ, દ્વિતીય ક્રમે જાડેજા પ્રતીક્ષાબા રાજેન્દ્રસિંહ, તૃતીય ક્રમે માયાણી જયશ્રી સામરાભાઈ, ચેસ અન્ડર- 14 બહેનોની સ્પર્ધામાં પ્રથમ ક્રમે માયાણી નેહલ ધારાભાઈ, દ્વિતીય ક્રમે લામ્બરીયા વિધિકા મછાભાઈ, તૃતીય ક્રમે સરસીયા દિવ્યા ખોડાભાઈ વિજેતા થયા હતા. 

         એથ્લેટિક્સ અન્ડર- 14 ની ભાઈઓ માટેની ઉંચી કુદ સ્પર્ધામાં સરસીયા ધ્રુમિક નારણભાઈએ તૃતીય ક્રમ, 600 મીટર દોડ દ્વિતીય ખરેડ લાલજી ચનાભાઈ, બહેનો માટેની ઉંચીકૂદ અને 400 મીટર દોડ પ્રથમ જાડેજા યશ્વીબા ભગીરથસિંહ, તૃતીય ક્રમે ગજણ અલ્ફીઝા જુસબભાઈ, અન્ડર- 11 માં બહેનો માટેની 50 મીટર દોડમાં પ્રથમ ક્રમે મુરયાણી રિયા રમેશભાઈ અને સ્ટેન્ડિંગ બ્રોડ જંપ તૃતીય અન્ડર- 9 માં ખરેડ અંશિતા ગોવિંદભાઈએ સ્ટેન્ડિંગ બ્રોડ જંપ તૃતીય ક્રમ હાંસલ કર્યો હતો.

         જે બદલ વિજેતાઓને શાળાના આચાર્ય નરીયાપરા રવિકુમાર તથા શાળા સ્ટાફ અને દાંતા ગ્રામજનો દ્વારા પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top