Headlines

ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા

       નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75 નોટિકલ માઈલ દૂર અંબે ભવાની નામની બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

        આ અંગેની જાણ કિરીટકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *