8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે દ્વારકામાં યોજાશે નારી શક્તિને વંદન કાર્યક્રમ

IWD poster

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫

               ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિશપાલજી રાજપુતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સ્વસ્થ અને નીરોગી જીવન માટેની યોગક્રાંતિ થઈ રહી છે. ત્યારે દ્વારકામાં સનાતન સેવા મંડળ ક્રાંતિકારી મુળુભા માણેક સર્કલ દ્વારકા ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ ઓસડ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દ્વારકામાં 1,000 થી વધુ મહિલાઓની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

           જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા 8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગેની રજીસ્ટ્રેશન લીંકઃ https://forms.gle/vJ5CBP4NZBDufbFC7 માં વિગત ભરી ઉપસ્થિત રહી શકાશે. જેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ કાર્યક્રમની વિશેષ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત યોગ પ્રચારક ધનાભા જડિયા (મો. 9924266956), નવનિયુક્ત યોગ કો ઓર્ડીનેટર સન્નીભાઈ પુરોહિત (મો. 9825978822) તેમજ જી.વી.ટી. ચેરમેન હેમાંગીનીબેન માણેકનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *