Friday June 20, 2025

ભાણવડમાં ખેડુતોને સરકારી યોજનાઓનો ઓનલાઇન લાભ મેળવવામાં વ્યાપક હાલાકી

– કડક કાર્યવાહી માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર –

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં વી.સી.ઈ. અને ટી.એલ.ઈ. દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજના સમયમાં ખેડુતો માટે સરકારી યોજનાઓનો લાભ અનિવાર્ય અને મહત્વપૂર્ણ બની રહ્યો છે. પરંતુ ભાણવડ શહેરમાં જે વી.સી.ઈ.ની અછત છે, તેના કારણે આ વિસ્તારના હજારો ખેડૂત સાથે ઓનલાઈન સિસ્ટમનો ઉપયોગ કરવાનો એકમાત્ર માર્ગ છે. જે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે.

          કૃષિ સહાય, સબસીડી અને અન્ય આવશ્યક યોજનાઓમાં ફાયદો મેળવવા માટે ભાણવડવાસીઓની હાલત કફોડી બની રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. વી.સી.ઈ. સુવિધાની અછતના લીધે આ પ્રક્રિયાઓમાં ભાણવડ શહેરના ખેડૂતોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનો તાત્કાલિક સમાધાન લાવવું જોઈએ. જેથી ખેડૂતો પોતાની અવશ્યકતાઓ પૂર્ણ કરી શકે.

         આ પ્રશ્નનો ગંભીરતા અને તાત્કાલિક અસરથી નિવારણ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. ખેડુતોને ટેકનોલોજી અને તમામ ઓફલાઈન અને ઓનલાઈન સેવાઓ સરળ બની રહે તેવી માંગ કરાઈ છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top